બાબરામાં ઘણા વર્ષોથી ચાલતી ઉડાન લેડીઝ ક્લબ કંઈક નવું પીરસવાની નેમ લઈને આવે છે. બાબરામાં પહેલી વાર લેડીઝ ક્લબ દ્વારા અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો હતો. જલારામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અંતાક્ષરીમાં ૫ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં બ્લુ ટીમ વિજેતા થઈ હતી.