બાબરા શહેરને ગુજરાત ગેસ (એલ.પી.જી.)ની સુવિધા આપવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુન્નાભાઇ મલકાણ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. તેમણે જણાવેલ કે, બાબરા શહેરમાં આશરે ૩૦ થી ૩પ હજારની વસ્તી આવેલી છે. જેમાં ૭ થી ૮ હજાર રેસિડેન્ટ આવેલ છે. તેમજ ૧પ જેટલી રેસ્ટોરન્ટ અને અને ૩૦ થી વધારે ચાની દુકાનો આવેલી છે. અમરેલી જિલ્લાના અમુક તાલુકાઓમાં એલપીજી ગેસ પાઇપલાઇનનું ઘર સુધી જાડાણ આપવામાં આવ્યું છે. જ્યારે બાબરા શહેરને ગુજરાત ગેસની સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે. ત્યારે બાબરા શહેરની વસ્તી અને રેસિડેન્ટ ધ્યાને રાખીને શહેરને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગેસની સુવિધાઓ ઝડપથી આપવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી છે.