બાબરા-વાસાવડ-ગોંડલ રોડ પર આવેલા જૂના અને જર્જરિત નાળાં પુલિયાની સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ જર્જરિત પુલિયાના કારણે અકસ્માતો થવાની સંભાવના પણ રહેતી હતી.
જનકભાઈ તળાવીયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. તેમના સતત પ્રયાસોના પરિણામે સરકારે આ જર્જરિત નાળાં પુલિયાને આરસીસીના નવા બનાવવા માટે અંદાજિત રૂ. ૨૩ કરોડ ૬૫ લાખનો ખર્ચ મંજૂર કર્યો છે.
આ નાળાં પુલિયાના નવીનીકરણથી આ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે. જર્જરિત પુલિયાના કારણે થતી મુશ્કેલીઓ દૂર થશે અને સલામત મુસાફરીનો અનુભવ થશે.