બાબરા, લાઠી અને દામનગરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિત મોટી સંખ્યામાં
લોકો જોડાયા હતા. બાબરા, લાઠી અને દામનગરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ યાત્રામાં નાગરિકો, મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં તિરંગા લઈને લોકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા, જેથી સમગ્ર શહેરમાં દેશભÂક્તનો માહોલ છવાયો હતો. આ ભવ્ય યાત્રાનું સમાપન રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ કર્મચારીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જાડાયા હતા અને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.






































