બાબરા-રાજકોટ હાઇ-વે પરથી બાઇક લઇને પસાર થતા આટકોટના તબીબ રસીકભાઇ સાવલીયાની બાઇક આડે શ્વાન પડતા બાઇક સ્લીપ થઇ હતી અને ગંભીર ઇજાના કારણે તબીબનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. રસીકભાઇ એક્ટિવા લઇને મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ૧૦૮ ટીમ તથા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ કરૂણ ઘટનાથી તબીબી આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.