બાબરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીના સ્મૃતિ દિવસ નિમિત્તે બાબરાના નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્યામાપ્રસાદ મુખરજીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જીલ્લા પંચાયતના સભ્ય નિતીનભાઈ રાઠોડ, ભુપેન્દ્રભાઈ બસિયા, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ વિરોજા, કીરીટભાઈ બગડા, અશ્વીન મકવાણા, કરીમભાઈ કોટડીયા, સવજીભાઈ બાંભવા, હરેશગીરી ખંભાળા સહિત આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.