બાબરા શહેર અને તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા વડાપ્રધાનના કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ તકે ભૂપેન્દ્રભાઇ બસીયા, જીવાજીભાઇ રાઠોડ, બિપીનભાઇ રાદડીયા, સુરેશભાઇ ભાલાળા, અશોકભાઇ અસલાલીયા, અલ્તાફભાઇ નથવાણી, હિંમતભાઇ દેત્રોજા, ભૂપતભાઇ બસીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.