ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને બાબરા ભાજપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. બાબરાની કે.પી આશરા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઈ કરકર, શહેર યુવા ભાજપ પ્રમુખ હરેશ આગજા, ન.પા.કારોબારી ચેરમેન અશ્વિન મકવાણા, કપીલભાઈ ચોવડીયા, સોનલબેન અગ્રાવત, જીંજુવાડીયાભાઈ સહિતનાએ શાળા સ્ટાફ સાથે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી પેપર સારા જાય તેની શુભેચ્છા પાઠવી હતી.