રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા બળાત્કારના ગુનાના આજીવન કેદની સજા પામેલા કેદી લખન વિક્રમ ડાવર (ઉ.વ. ૨૮) ને અમરેલીની પેરોલ-ફર્લો સ્ક્વોડે મહારાષ્ટ્ર રાજ્યના પુણે ખાતેથી ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકના “ઓપરેશન કારાવાસ’’ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એન.જી. સાપરા પો.સબ ઇન્સ.ની ટીમે આ કેદીને ઝડપી પાડ્યો હતો. કેદી લખન ડાવરને બાબરા પો.સ્ટે.ના ગુનામાં ૩૦ વર્ષની કેદની સજા થયેલી છે અને તે તા. ૦૧/૦૮/૨૦૨૫થી ફરાર હતો. તેને ઝડપી પાડીને રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો છે.








































