બાબરા તાલુકાના કોટડાપીઠા-ઉંટવડ ગામ વચ્ચે આવેલ સ્ટોન ક્વોરીનો ઉદ્યોગ વિવિધ પડતર પ્રશ્નોને લઇ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યો છે.
વિવિધ ૧૭ જેટલા પ્રશ્નોને લઇ ગુજરાત ક્વોરી એસોસિએશનની અમદાવાદ ખાતે મળેલ બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા સ્ટોન ક્વોરી માલિકોએ તા. ૦૧-મેથી ક્વોરી ઉદ્યોગને બંધ કરી ઉત્પાદન તેમજ નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રશ્ને જિલ્લા ક્વોરી ઉદ્યોગના પ્રમુખ મહેશભાઇ ભાયાણીએ વહેલી તકે સરકાર આ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવે તેવી માંગણી કરી છે.