બાબરા તાલુકામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોનકોટડા,ઈસાપર,ત્રમ્બોડા, નડાળા, રાણપરના માર્ગો રૂ ૨.૩૨ લાખના ખર્ચે રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી કામગીરી શરૂ કરાવતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે બાબરા તાલુકાના લોનકોટડા થી ઈસાપર આંબલીધાર ૮ કિલોમીટર લંબાઈ ૩.૭૫ કિલોમીટરનો માર્ગ રૂ ૧.૨૭ લાખના ખર્ચે રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી તેની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો તેમજ ત્રમ્બોડા, નડાળા,રાણપરનો માર્ગ ૭.૫ કિલોમીટરનો ૩.૭૫ની પહોળાઇ સાથેનો ૧ કરોડ.૫ લાખના ખર્ચે મંજુર કરી કામગીરી શરૂ કરેલ છે કુલ બે કરોડ ૩૨ લાખના ખર્ચે માર્ગો મંજુર કરવામાં આવ્યા છે. આ તકે કોંગી અગ્રણીઓ, ગામના સરપંચો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.