બાબરા શહેર અને તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોવાની લોકોની ફરિયાદ છે. લોકોનો આક્ષેપ છે કે, રાજનેતાઓ પોતાના રાજકીય ધંધામાં મશગુલ છે. મીડિયા મારફતે જાગૃત કરવાના અહેવાલો પણ આવ્યા છે છતાં તંત્ર કે ઉચ્ચ અધિકારીઓ કોઇ કાર્યવાહી કરતા નથી. મોટી જાહેરાતો કરે છે પરંતુ કોઇ કામનો અમલ થતો નથી, માત્ર ફોટોગ્રાફી માટે બધા આગેવાનો જોવા મળે છે. બાબરામાં તંત્રના આશીર્વાદથી ઇંગ્લિશ અને દેશી દારુની માંગો ત્યાં દુધની જેમ ડીલીવરી આપવામાં આવે છે. બાબરામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી-મારામારી જેવા અનેક ગુના નોંધાયા છે પણ એમની ફરિયાદ માત્ર કાગળ પર લેવામાં આવે છે, આગળ કોઇ કાર્યવાહી થતી નથી. શહેરના જાગૃત નાગરિકો અને આગેવાનો શહેર અને તાલુકાની પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.