બાબરા પંથકમાંથી ત્રણ બાઈકની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. ભીલડી ગામે રહેતા હસમુખભાઇ રામજીભાઇ અકબરી (ઉ.વ.૫૩)એ જાહેર કર્યા મુજબ, તેમની વાડી બહારથી કોઇ અજાણ્યો ચોર રૂ.૩૫,૦૦૦ કિંમતની બાઈકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો.
બીજા બનાવમાં ચમારડી ગામે રહેતા નરેશભાઇ ધિરૂભાઇ પીઠડીયા (ઉ.વ.૪૨)એ ઘરની બહાર શેરીમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ રૂ.૪૨,૦૦૦ કિંમતની બાઈક ચોરી ફરાર થઈ ગયો હતો. વલારડી ગામે રહેતા અંકિતભાઇ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.૨૩)એ જાહેર કર્યા મુજબ કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરની બહાર શેરીમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ૫૩,૦૦૦ની કિંમતની બાઈક ચોરી ફરાર થઈ ગયો હતો.



































