સપ્ટેમ્બર, ૨૦૨૪ના રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે
બાબરા નાગરિક સહકારી બેંકની આગામી તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રવિવારના રોજ યોજાનારી ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. જુના ૧૩ ડીરેક્ટરોમાંથી ૧૦ ડીરેક્ટરોની મુદત પૂર્ણ થતી હોવાથી ચૂંટણી ન લડી શકનાર તેમની જગ્યાએ નવા ડીરેક્ટરો આવશે. આ ચૂંટણી માટે કુલ ૮૩ ફોર્મ ઉપડ્યા છે, જેમાં જનરલ કેટેગરીમાં ૬૮, અનુસૂચિત જાતિ કેટેગરીમાં ૭ અને ખેડૂત વિભાગમાં ૮ ફોર્મ છે. ચૂંટણીના કાર્યક્રમ અનુસાર, તા. ૯ અને ૧૦ ના રોજ ફોર્મ ઉપાડવાની છેલ્લી તારીખ છે. તા. ૧૭ ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને તા. ૧૯ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. નિશાન ફાળવણી તા. ૧૯ ના રોજ સાંજે ૪ વાગે થશે. ચૂંટણી તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે અને તુરંત મતગણતરી હાથ ધરાશે. રાત્રે પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી છેલ્લા ધણા સમયથી બેંકને સંચાલિત કરી રહેલા ડીરેક્ટરોના નેતૃત્વ અંગેની મહત્વની હોવાથી રાજકીય પ્રતિસ્પર્ધા નોંધપાત્ર છે.