અમરેલી જિલ્લામાં બાબરા નજીક તા.૮/૩/૨૪ના ૯/૧૫ વાગ્યે ચાવંડવાસની બાજુમાં ગોરધનભાઈ ભોળાભાઈ હોથીની વાડીએ ૭૫ વર્ષના એક સિનિયર સિટીઝન કૂવામાં પાણી જોવા જતા ચક્કર આવતા પડી જતા તેમનું મોત થયું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટના પોલીસ સમક્ષ જાહેર કરનાર મુકેશભાઈ વશરામભાઈ ચૌહાણ (ઉ.વ.૪૧ ધંધો- મજુરી રહે.બાબરા જી.અમરેલી)ના પિતા વશરામભાઈ પાતાભાઈ ચૌહાણ ઉ.વ.૭૫ રહે.બાબરા, નીલવડા રોડ જી.અમરેલી) તેમના તબેલાની પાસે આવેલ ગોરધનભાઈ ભોળાભાઈ હોથીની વાડીએ ગયેલ હોય અને વાડીએ આવેલ પાણીના કૂવામાં પાણી જોવા જતા ચક્કર આવતા પોતે પોતાની મેળે કૂવામા પડી જતા માથામા ડાબા ભાગે ગંભીર ઈજા થતા કૂવાના પાણીમાં ડુબી જતા તેમનું મોત થયું હતું. આ બાબતે પોલીસને જાણ થતાં બાબરા હેડ કોસ્ટેબલ ડી. કે. પરમારે તપાસ હાથ ધરી છે.