રાજકોટ-ભાવનગર હાઇ-વે પર બાબરા નજીક કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર મહિલાનું પતિની નજર સમક્ષ ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે પતિને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાઇકને અડફેટે લઇ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.
જસદણ તરફથી પતિ-પત્ની બાઇક પર આવી રહ્યા હતા તે વેળાએ પાછળથી પૂરઝડપે આવી રહેલ કારે બાઇકને અડફેટે લેતા પત્ની ભાવનાબેન પરવાડિયાનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે પતિ જગદીશભાઇને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.