બાબરામાં મુન્નાભાઈ પરમારની આગેવાનીમાં ફરજ બજાવતા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવતુ હોય અને પાલિકાના પદાધિકારીઓ દ્વારા સફાઈ કામદારોને છુટ્ટા કરી દેવાની ધમકી આપવામાં આવતી હોવાથી વાલ્મિકી સમાજ દ્વારા મોટી સંખ્યામાં હાજર રહીને પાલિકાની નીતિ સામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.