બાબરા ખાતે એક વિશેષ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તાપડિયા આશ્રમના મહંત ઘનશ્યામદાસબાપુ, દયારામબાપુ, મણીરામબાપા, કલ્યાણદાસબાપુ, સીતારામબાપુ અને ગોપાલદાસબાપુ સહિતના સંતો ઉપÂસ્થત રહ્યા હતા. સાવરકુંડલાની કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ફી સહાય પેટે દરેકને રૂ. ૫,૦૦૦ આપવામાં આવ્યા હતા. ડા. સુભાષભાઈ અગ્રાવત તરફથી ૧૦ વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. અરુણભાઈ દેવમુરારી, અશોકભાઈ રામાનુજ સહિત અનેક મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જલારામ મંદિરના મુખ્ય ટ્રસ્ટી દીપકભાઈ ચંદુભાઈ સેદાણીએ કાર્યક્રમના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાવરકુંડલા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ માટે અનેક દાતાઓએ ઉદારતાપૂર્વક દાન આપ્યું હતું. રાધેશ્યામ જિનિંગના નાગજીભાઈ દસલાણીયા અને ધીરુભાઈ દસલાણીયા, અમુલ જિનિંગના શૌકતભાઈ ગાંગાણી વગેરે દરેકે રૂ. ૧૧,૦૦૦નું દાન આપ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન વિવેકાનંદ સ્કૂલના આચાર્ય અને યુવા પાંખના સભ્યોએ કર્યું હતું. આ પ્રસંગે તાલુકા મંડળની નવી કારોબારીની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રતાપભાઈ લાભુદાસભાઈ દેવમુરારીને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.