બાબરા તાલુકા ભાજપ પ્રમુખ તથા મહામંત્રીની વરણીઓ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે અશોકભાઇ રાખોલીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે હિતેશભાઇ કલકાણીને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વરણીઓને પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઇ બસીયા, શહેર ભાજપ મહામંત્રી બિપીનભાઇ રાદડીયા, પાલિકા પ્રમુખ લલીતભાઇ આંબલીયા, મુકેશભાઇ ખોખરીયા, નીતિનભાઇ રાઠોડ, મહેશભાઇ ભાયાણી, વસંત તેરૈયા, હિંમતભાઇ દેત્રોજા સહિતના આગેવાનોએ આવકારી હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.