બાબરા તાલુકાનાં મોટાભાગના ગામોમાં વિકાસની કોઈ ગ્રાન્ટ મળતી નથી અને અગાઉ ફાળવાયેલી ગ્રાન્ટની ચૂકવણી પણ નહીં થતાં ગ્રામ્ય વિસ્તાર વિકાસથી વંચિત રહેતો હોવાના સૂર ઉઠી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સરકારના ૧૫મા નાણાપંચ આધારિત ગ્રામ્ય ક્ક્ષાના વિકાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય સહિત અન્ય સભ્યોની હાજરીમાં એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠકો મળે છે. જેમાં બાબરા તાલુકાનાં ૫૮ ગામોના વિકાસ માટે વિવિધ માંગો મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે અંતર્ગત ગત સમયે મળેલી મિટિંગમાં બાબરા તાલુકાના ચમારડી, લોનકોટડા, થોરખાણ, ઘુઘરાળા, ખાખરીયા, કુંવરગઢ, વાલપુર, હાથીગઢ સહિતના ૧૫ જેટલા ગામોમાં વિકાસ મુદ્દે મળતી ગ્રાન્ટ રકમની ફાળવણી ન કરાતાં આ વિસ્તાર વિકાસથી વંચિત હોય તેવી લાગણી પ્રવર્તી રહી છે. એટલું જ નહીં અગાઉ ફાળવેલા ગામોમાં પણ ગ્રાન્ટની રકમ સમઅમરેલીમાં ૪૪ ડિગ્રીથી વધારે તાપમાન, માનવ, પશુપંખી ત્રાહિમામ
યસર નહી આપતા મોટા ભાગના કામો અટક્યા હોવાનું જાણવા મળ્યું છે. ૯૬ લાઠી વિધાનસભામાં બાબરા તાલુકાની ૫૮ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારની ત્રણ સીટનો વિસ્તાર આવતો હોય, આ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ગ્રાન્ટ ફાળવવામાં વ્હાલા દવલાની નીતિ રાખતા હોવાનો સૂર ઉઠ્‌યો છે. આ મુદ્દે પંચાયત મંત્રી સુધી રજૂઆત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.