બાબરા તાલુકા ખરીદ વેચાણ સંઘની તમામ ડિરેક્ટર્સની આજે યોજાયેલ ચૂંટણીમાં ૮ ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે. જેમાં જેઠસુરભાઇ કોઠીવાળ, હિંમતભાઇ પાનશેરીયા, જસાભાઇ મકવાણા, અજીતભાઇ ખોખરીયા, રમેશભાઇ શેખ, ભરતભાઇ પીઢડીયા, વિઠલભાઇ ગજેરા તથા બીજલભાઇ ગોલાણી બિનહરીફ જાહેર થયા છે. તમામને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.