બાબરા તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન સહિત મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ત્યારે ચૂંટણીમાં જીતેલા સરપંચો અને તમામ સભ્યોને બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલીયાએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં હાર કે જીત થતી રહેતી હોય છે. પરંતુ ગામની એકતા અને મિત્રતાના સબંધો સાચવી રાખવા એ મહત્વની બાબત છે. સાથે અશોકભાઈએ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.