બાબરા તાલુકાના પાનસડા ગામના જૂની પેઢીના જાણીતા શિક્ષણવિદ્ સ્વ. ભાઇલાલભાઇ મહેતાના પૌત્ર મુંજાલ જીતેન્દ્રભાઇ મહેતાની અમેરિકામાં વિઝા ઓફિસર તરીકે નિમણૂક થઇ છે. તેમણે અતિ કઠીન એવી ઇમિગ્રેશન ઓફિસર તરીકેની ચાર પરીક્ષા ૯૪ ટકા સાથે પ્રથમ પ્રયાસે પાસ કરી હતી. તેઓ બે મોટા રાજ્યો ટેક્સાસ અને ઓકલાહોમાના વિઝા ઓફિસર તરીકે ૧ ડિસેમ્બર, ૨૦૨૫થી નિયુક્ત થયેલ છે. તેઓ ૨૦૦૭માં ૧૫ વર્ષની વયે અમરેલીની નૂતન શાળામાંથી ૧૨ સાયન્સની પરીક્ષા પાસ કરીને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા. આ સફળતા મેળવીને તેમણે બ્રહ્મ સમાજ અને ગામ, તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સ્થાનિકોએ આ સિદ્ધિ બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી.





































