બાબરાના લાલકા ગામે એક કરૂણાંતિકા સર્જાઈ હતી. ડેમના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ અંગે શૈલેશભાઈ પ્રેમજીભાઈ ઓતરાદી (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા પ્રેમજીભાઈ પચાભાઈ ઓતરાદી (ઉ.વ.૪૦) બે દિવસ પહેલા સવારે ૧૦.૩૦ વાગ્યે ગામના ભીલાભંગ ડેમે નહાવા ગયા હતા. આ સમયે નહાતી વખતે ઉંડા પાણીમાં જતા રહ્યા હતા અને તેમને તરતાં આવડતું ન હોવાથી ડૂબી જતા મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.