બાબરા તાલુકાના રાયપર ગામે ગ્રામજનો અને પંચાયતના સહયોગથી બનેલા મુખ્ય પ્રવેશદ્વાર ગેટનું ધર્મભૂષણ સંત રાજેન્દ્રદાસ બાપુ તોરણીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ શારદાબેન વિનુભાઇ રાદડીયા મુકેશભાઇ, રતિભાઇ, હરેશભાઈ, સંદીપભાઈ, અરવિંદભાઈ, પ્રકાશભાઇ, ભાવેશભાઇ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.