અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના સામાન્ય મુદ્દે બે અલગ-અલગ જ્ઞાતિના જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ. આ બબાલને કારણે ગામમાં મોટી ધમાલ મચી ગઈ હતી, જેમાં ૯થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ અને બાબરાની અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલોતાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં, બંને જૂથોએ સામ-સામી ફરિયાદ નોંધાવી છે.