અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત એસઓજી ટીમને મહત્વની સફળતા મળી છે. બાબરા તાલુકાના નાની કુંડળ ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડા પાડી એક વ્યક્તિને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે મનજીભાઈ સવાભાઈ ઓળકિયાને ઝડપી પાડી તેની પાસેથી અંદાજે રૂ. ૧,૦૦૦ કિંમતની હાથ બનાવટની દેશી જામગરી બંદૂક કબ્જે કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન હથિયાર અંગે વધુ માહિતી મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કેસમાં અન્ય એક આરોપી રહમ્મતભાઈ ઉકાભાઈ ઓળકિયાને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.