બાબરાના નાની કુંડળ ગામેથી પોલીસે ૯ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાની કુંડળ ગામે આવેલા સાલેમાળ ડુંગરમાં રમેશભાઈ શામજીભાઈ વાઘેલાની વાડીના શેઢે આવેલી ઓરડીની પાછળ પડતર જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હતા. બાબરા પોલીસે અહીં દરોડો પાડીને જુગાર રમતા શૈલેષભાઈ ધનજીભાઈ મકવાણા, પારસભાઈ રમેશભાઈ વાઘેલા, વિશાલભાઈ શામજીભાઈ વાઘેલા, નિલેશભાઈ ભરતભાઈ વાઘેલા, રવિભાઈ રમેશભાઈ વાઘેલા, ભરતભાઈ રામજીભાઈ વાઘેલા, ભરતભાઈ તળશીભાઈ વાઘેલા, અરવિંદભાઈ વશરામભાઈ વાઘેલા તથા સુરેશભાઈ હીરાભાઈ ડેરવાળીયાને ઝડપી લીધા હતા.પોલીસ રેડ દરમિયાન આ શખ્સો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ. ૧૨,૩૪૦ ના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડાયા હતા.