અમરેલી જિલ્લાના બાબરાના નાનીકુંડળ ગામે આત્મા પ્રોજેકટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં પ્રાકૃતિક
કૃષિના પરિણામો વિશે બાબરા તાલુકા એટીએમ ભરતભાઈ રાઠોડ અને એટીએમ પટેલ રોહિતભાઈ સીરવાણીયાએ ગામના પ્રગતિશીલ ખેડૂત દેવચંદભાઈ રોજાસરાએ
પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેના મૂળ સિધ્ધાંતો વિશે માહિતી આપી હતી. ખેડૂતોએ તેમના પ્રાકૃતિક ખેતીના અનુભવો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ શિબિરમાં નાનીકુંડળ ગામના ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.