લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયત્નોથી વિસ્તારમાં એક પછી એક વિકાસના કાર્યો થઈ રહ્યા છે. બાબરા તાલુકાના ત્રંબોડા ગામે ૪૦ લાખના ખર્ચે સુવિધાપથ, સી.સી. રોડ લાઠી, બાબરા અને દામનગર પંથકમાં અનેક રસ્તાઓના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાબરા તાલુકાના ત્રંબોડાથી નડાળા સુધીનો રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં હતો અને સ્થાનિક લોકો દ્વારા તેની મરામતની માંગણી કરવામાં આવી રહી હતી.
ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આ બાબતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૪૦ લાખના ખર્ચે આ રોડને મંજૂર કરાવ્યો છે. આ રોડના નિર્માણથી ત્રંબોડા અને આજુબાજુના વિસ્તારોના લોકોને આવનજાવનમાં ઘણી સુગમતા રહેશે.