બાબરા તાલુકાના છેવાડાના ગામો લાલકા અને તાઈવદરને મહી પરિયોજનાનું પાણી પહોંચાડવા માટે જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ ડી. કોઠીવાળ, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા અને કાર્યપાલક ઈજનેર રાઠોડ સાહેબને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી છે. લાલકા ગામ છેવાડે આવેલું હોવાથી વાંકિયાથી ભુતડા દાદાનો ઢાળ ચડીને પાણી પહોંચતું નથી. આથી, વાંકિયા ગામે બનાવેલા સમ્પથી પમ્પિંગ કરી નવી પાઇપલાઇન દ્વારા લાલકા ગામને પાણી પહોંચાડવા રજૂઆત કરી છે. તેવી જ રીતે, તાઈવદર ગામને નીલવળાથી આવતી પાઇપલાઇન જર્જરિત હોવાથી પાણી મળતું નથી. આથી, નીલવળાથી તાઈવદર સુધી નવી પાઇપલાઇન નાખીને ગામને પાણી ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.