બાબરા કોળી સેના સમિતિ દ્વારા કોળી સેના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને બાબરા તાલુકાના ખંભાળા ગામે વિદ્યાર્થી તથા કર્મચારી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, તાજેતરમાં સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાનો તરીકે ડેપ્યુટી કલેકટર નાકિયા, જિલ્લા રજીસ્ટ્રાર અણિયાળીયા, લગ્ન નોંધણી અધિકારી બારૈયા, નાયબ મામલતદાર અલ્પેશભાઈ મકવાણા, પરિવર્તન એકેડેમીના સંચાલક મુકેશભાઈ સહિત સમાજ અગ્રણીઓ જગદીશભાઈ ધરજિયા, વલ્લભભાઈ ઝીંઝુવાડિયા, પ્રવીણભાઈ કોળી, રવજીભાઈ મકવાણા અને જગદીશભાઈ તળાજા ઉપસ્થિત રહ્યા હતા.




































