બાબરાના ઉંટવડ ગામે મહિલાને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે રંજનબેન ભરતબાઈ મોખા (ઉ.વ.૫૦)એ લાલભાઈ ધાધલ, નાગરાજભાઈ ધાધલ તથા રાજનભાઈ ધાધલ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેમના ઘરે આવી તેના પુત્ર વિશે પૂછપરછ કરી હતી. આરોપી લાલાભાઈએ તેમના લેવાના નીકળતા પૈસાની માંગણી કરી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.