અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડી રહ્યો છે, જેના કારણે આગ લાગવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. ગઈકાલે બાબરા વિસ્તારમાં આવેલી જી.આઈ.ડી.સી.માં અજુહા નામની કંપનીમાં વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી હતી. ત્યારે અમરેલી ફાયર કંટ્રોલને જાણ કરતા ફાયર વિભાગની ૨ ટીમ ફાયર ઓફિસર સાથે બે ટેન્ક મારફતે ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ પર કંટ્રોલ કરવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો, જેના કારણે આગ ઉપર ઘણા અંશે કંટ્રોલ કરી લીધો હતો.