બાબરામાં છેલ્લા ૧પ દિવસથી સફાઇ કર્મચારીઓ હડતાલ પર હોય, જેના કારણે શહેરમાં સફાઇની કામગીરી કથળી હતી. આ મામલે બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અને શહેર ભાજપ આગેવાન મુન્નાભાઇ મલકાણે મધ્યસ્થી કરી પ્રશ્નોનો ઉકેલ લાવી પાલિકા અને સફાઇ કામદારો વચ્ચે સુખદ સમાધાન કરાવતા હડતાલ પરત ખેંચી લેવામાં આવી છે. પાલિકાના સફાઇ કર્મીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે ચેમ્બર પ્રમુખ તથા સમતા સૈનિકદળના પી.એલ. મારૂ, કૌશિકભાઇ રાઠોડ, રાજેશભાઇ મંડલી, પાલીકાના લલીતભાઇ આંબલીયા, ચીફ ઓફિસર રાજ્યુગુરૂ, ભૂપતભાઇ બસીયા દ્વારા સફાઇના પ્રશ્નને અગ્રતા આપી સુખદ સમાધાન કરાવાયું હતું.