બાબરાના અનીલકુમાર રઘુપ્રસાદ સરવૈયાએ ધરમદાસ બંસીદાસ હરીયાણી વિરૂદ્ધ ૭૦૦૦૦૦ રૂપિયાના ચેક રીટર્નની નેગો. ઈન્સ્ટ્ર.એક્ટ.૧૩૮ અન્વયે ફરિયાદ કરી હતી. ફરિયાદીએ એક જ વ્યવહાર અંગે બે નોટીસ આપેલ જે બન્નેમાં નાણાકીય રકમ, સમય, આર્થિક વ્યવહાર અંગે વિસંગતતા હોય તેમજ સીકયુરીટી પેટે આપેલા કોરા ચેકનો દુરૂપયોગ થયેલ હોવાનું માની તેમજ ફરિયાદી પોતાનું કાયદેસર લેણુ સાબિત કરી શકેલ ન હોય અને નેગો. ઈન્સ્ટ›. ૧૩૮ મુજબ ગુનો સાબિત થતો ન હોય બચાવ પક્ષના વકીલ વી.આ૨. સુસરા તથા ઝેડ.આઈ. જલવાણીની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપી ધરમદાસ બંસીદાસને બાબરા કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુકેલ છે.