બાબરા-ચિત્તલ રોડ પર ફોરવ્હીલ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક ચિત્તલ સરકારી દવાખાનાના ફાર્માસિસ્ટ સિદ્ધાર્થ વનરાનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતક ચિત્તલથી લુણકી આવી રહ્યા હતા તે દરમિયાન ફોરવ્હીલની ટક્કરથી ગંભીર ઇજા થતા મોતને ભેટ્યા હતા. ઘટનાને પગલે લોકો આસપાસમાંથી દોડી આવ્યા હતા.