ઇસ્માઈલી CIVIC ઈન્ડિયા, આગા ખાન યુથ એન્ડ સ્પોટ્‌ર્સ બોર્ડ ફોર સધર્ન સૌરાષ્ટ્ર, આગા ખાન હેલ્થ બોર્ડ ફોર સધર્ન સૌરાષ્ટ્ર તથા સ્કાઉટ એન્ડ ગાઇડ ગ્રુપ ફોર સધર્ન સૌરાષ્ટ્રના સંયુક્ત ઉપક્રમે બાબરા સ્થિત ખોજા જમાતખાને ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યુવાનો, મહિલાઓ અને સમાજના જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળે તેવા સેવાભાવ સાથે દાતાઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓના કાર્યકરોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આયોજકોએ તમામ રક્તદાતાઓ, સહયોગીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પે ‘રક્તદાન એ મહાદાન’નો સંદેશ પ્રસરાવી સમાજમાં માનવસેવા અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.