બાબરા નગરપાલિકા વિસ્તારમાં બ્લોક પેવીંગ રોડ, આર.સી.સી.પાઇપ લાઇન, પ્રોટેક્શન દિવાલ, બોક્ષ કલવર્ટ, સી.સી.રોડ વિગેરે વિકાસ કામોનું ખાતમુહૂર્ત વિધિવત રીતે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારની રૂપિયા ૩.૫ કરોડના અનુદાનની રકમમાંથી બાબરા નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ વિકાસ કામોની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરી પૂર્ણ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝડપી કામગીરી કરી ખૂબ જ ઓછા સમયમાં આ તમામ વિકાસના કામ પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનો, સદસ્યો, જીલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ભાજપ મોરચા સેલના હોદ્દેદારો સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો હાજર રહ્યા હતા.