બાબરા ખાતે મળેલ શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાની અગત્યની મિટિંગમાં તાલુકા તથા શહેરની સમગ્ર ટીમનું વિસર્જન કરી નવા માળખાની રચના કરવામાં આવી હતી. જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરાઇ છે. જેમાં તાલુકા અધ્યક્ષ તરીકે શિવરાજભાઇ ખાચર, તાલુકા ઉપાધ્યક્ષ તરીકે માણસુરભાઇ વાળા, કિશોરભાઈ બસીયા, આકાશભાઇ પટગીર, મહેન્દ્રસિંહ સોલંકી, હિતુભાઇ ખાચર, તાલુકા મહામંત્રી હરપાલભાઇ વાળા, માનસિંગભાઇ પઢીયાર, તાલુકા યુવા સંગઠન મંત્રી જયભાઇ રાઠોડ, તાલુકા સંગઠન મંત્રી તરીકે ભગીરથભાઇ ખાચર, શહેર યુવા અધ્યક્ષ ઇન્દ્રજીતભાઇ ચૌહાણ, ઉપાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઇ બસીયા, શહેર ઉપાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઇ વાળા સહિત ૩૩ જેટલા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.