બાબરા શહેરમાં આજે જલારામ મંદિર ખાતે અમરેલી જિલ્લા એસ.પી. હિમકરસિંઘનો લોકદરબાર યોજાયો હતો. ડીવાયએસપી ભંડારી સહિત સ્થાનિક પીઆઇ કૈલા અને પીએસઆઇ ઉપસ્થિત રહ્યાં હતાં. તાજેતરના તહેવારો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા એસ.પી. હિમકરસિંઘ દ્વારા જાહેર લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને તાલુકાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરના વેપારીઓ અને રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓએ એસ.પી.નું સન્માન કર્યું હતું.