બાબરા ખાતે જય વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા ધોરણ ૫ થી ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તથા સમાજ સુરક્ષા અધિકારી સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં એડવોકેટ રાજુભાઈ બારૈયા, પોલીસ કોન્સ્ટેબલ અલકાબેન પીલુકિયા, નટુભાઈ જાસલિયા, ભુપતભાઈ પંચાસરા, બીજલભાઈ ડાભી, પુનાભાઈ ડાભી, મનસુખભાઈ પાડલીયા, સવાભાઈ બારૈયા, ખોડલ મકવાણા, મનસુખભાઈ વરસડા, મૂળજીભાઈ વરસડા, મહેશભાઈ તથા દિનેશ ડાભી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ સુરેશભાઈ ધાખડા સાથે મુકેશભાઈ પીપળવા, ભાવેશ જંજવાડીયા, રાહુલ જાસલિયા, આકાશ કાનપરા, કે.બી. રાઠોડ, કાંતિભાઈ કડેવાળ, લાલજી મકવાણા, મુકેશભાઈ ડાભી, પ્રકાશ ડાભી, હાર્દિક સોલંકી, સંજય રાઠોડ તથા સુનિલ બાહોપિયા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.