બાબરા કન્યાશાળામાં ફરજ બજાવતા ઇલાબેન પંડિત સેવાનિવૃત્ત થતા તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. આ
તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સોનિયાબેન કોટડીયા, મનોજભાઇ રાઠોડ, પે.સે. આચાર્યા દક્ષાબેન સરવાળિયા, પ્રદીપભાઇ પાઠક, શાળાના આચાર્ય અમિતભાઇ દલસાણિયા સહિત ઇલાબેનના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇલાબેનનું શાલ ઓઢાડી, શ્રીફળ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતું. ઇલાબેન તરફથી શાળાને રૂ. ર૧ હજાર રોકડ ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન દક્ષાબેન વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું.