અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે બાબરા એપીએમસી ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરતા સમયે સ્થાનિક ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણી, બાબરા એપીએમસીના ચેરમેન જીવાભાઇ રાઠોડ, વાઈસ ચેરમેન બીપીનભાઇ રાદડીયા, બાબરા ખેડૂત સહકારી મંડળીના ડાયરેક્ટર જસાભાઇ મકવાણા, જયસુખભાઇ કલકાણી, જિલ્લા પંચાયતના સદસ્ય હિંમતભાઈ દેત્રોજા, પ્રભાતભાઈ કોઠીવાળ વગેરે ખેડૂતોની હાજરીમાં ખરીદી શરૂ કરવામાં આવી હતી.