બાબરા સ્થિત આઈ.ટી.આઈ. ખાતે મતદાર યાદી સુધારણા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. યુવાઓને મતદાર તરીકે નામ નોંધણી, મતપત્રમાં ફોટો, વિગતો સહિતના સુધારા માટેની પ્રક્રિયા વિષયક સમજ આપવામાં આવી હતી. યુવાઓ પ્રથમ વખતના મતદાર તરીકે પોતાની નામ નોંધણી કરી મતપત્ર પ્રાપ્ત કરશે. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ખાસ ઝુંબેશ અંગે નાગરિકોને જાણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામ, વિગત, ફોટો અચૂક ચકાસી લેવો, જરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી. નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ, www.voterprotal.eci.gov.in, www.nvsp.in પોર્ટલ ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી વિગતો મેળવી શકાય છે.