બાબરા-અમરેલી હાઈવે પર મોડી રાત્રે બે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે ટ્રક પલટી ખાઈને આખા રસ્તા પર આડો પડ્યો હતો, જેના કારણે અમરેલી-બાબરા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયો હતો અને વાહનચાલકો અટવાયા હતા. જોકે, ઈંગોરાળા ગામ પાસેથી વાહનોને હંગામી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ટ્રક પલટી મારતા ભીલડી અને ઈંગોરાળા ગામના સ્થાનિકો મદદ માટે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.







































