બાબરા-અમરેલી હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં ડીઝલ ભરેલા ટેન્કર પલટી ખાઈ જતાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક ટેન્કર નીચે દબાઈ જવાથી કમનસીબે તેનું
મૃત્યુ થયું છે. આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, ત્યાં સુધીમાં મોટાભાગનું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. ટેન્કર ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું પોલીસ તે અંગે માહિતી મેળવી રહી છે. આ સાથે, આગ કેવી રીતે લાગી, મૃતક ચાલકની ઓળખ અને ટેન્કરના માલિક વિશે પણ ટેન્કર નંબરના આધારે તપાસ ચાલી રહી છે.