અમરેલી જિલ્લામાં બે પુરુષોએ ઝેરી દવા પીતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાબરાના સુખપુર ગામે રહેતા મુકેશભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, મોહનભાઈ ધરમશીભાઈ મકવાણા (ઉ.વ.૭૦)ને
પગના સાંધાનો દુઃખાવો થતો હતો. જેનાથી કંટાળી જઈ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી જતાં સારવારમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન તેમનું મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં ખોડીના રસ્તે આવેલી
વાડીએ રહેતા પોપટભાઈ રણછોડભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, કરણભાઈ પોપટભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૨૧)ને છેલ્લા સાત વર્ષથી માનસિક બીમારી હતી. જેનાથી કંટાળી મોનોકોટો પી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































