બાબરામાં જુના તાપડીયા આશ્રમ ખાતે ૨૧ થી ૩૧ જુલાઈ દરમિયાન શ્રી તાપડેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન સ્થાનિક સેવક સમુદાય અને મંડળના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. બાબરાના યુવાન શાસ્ત્રી જીતુદાદા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન શિવ વિવાહ સહિત વિવિધ પ્રસંગો ઉજવાશે. તા ૨૧ ને શુક્રવારના રોજ બપોરના ૨ કલાકે અહીં કાંકરિયા ચોરા રામજી મંદિરથી જુના તાપડીયા આશ્રમ સુધી ભવ્ય પોથીયાત્રા નીકળશે. પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી તાપડીયા બાપુ, પૂજ્ય દયારામબાપુ અને પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના રૂડા આશીર્વાદ સાથે કથાનો મંગલ પ્રારંભ થશે. દરરોજ બપોરે ૩ થી ૬ કથાનું આયોજન કરવામાં આવ્યું હોય જેનો લાભ લેવા આયોજકાએ અનુરોધ કર્યો છે. કથા દરમિયાન દરરોજ રાત્રીના ધૂન ભજન અને રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.