બાબરામાં સ્વામિનારાયણ મંદિરમાંથી રૂ. ૧.૯૫ લાખની ચોરીથી ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે સ્વામિનારાયણ મંદિરના પૂજારી ધર્મવલ્લભદાસ સ્વામીએ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તસ્કરે મંદિરમાં ગેરકાયદે પ્રવેશ કરી ગર્ભગૃહમાં જવાનો કાચનો દરવાજો તોડીને ત્રણ છતર, પંચધાતુની આરતી, બે દાનપેટીમાંથી રોકડા ૪૦ હજાર ગણી કુલ ૧,૯૫,૦૦૦ની ચોરી કરી લઈ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. રાઠોડ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.